પતંગિયાને….

વ્હાલા પતંગિયા,

મજામાં ને?

આમ  એક ફૂલથી બીજા ફૂલ પર બેસવાથી તને ‘મૂડ સ્વિંગ્સ’ નહી આવતા હોય, ડાર્લિંગ?

અને એ તો કહે કે તારા પર આ સુંદર ભાત રચનારાને તું કોઈ દિવસ મળ્યો છે?

તારી આ યાત્રા પણ અદભૂત છે.. ધીમે ધીમે થતું તારું ‘નવસર્જન’ ધીરજવાન અને આશાવાન બનવાનો ‘મેસેજ’ આપી જાય છે.

તારી સુંદરતા પાછળના દર્દને ઓળખી શકવા જેટલા તો અમે સક્ષમ નથી પણ સતત ઊર્જાથી ભરેલા તને જોઈને કોઈને પણ ઝૂમી ઉઠવાનું મન થાય એવું છે,તું!

ક્યાંથી લાવે છે આટલું ‘એક્સાઇટમેન્ટ’? તારી વૃદ્ધાવસ્થા જોઈ હોય એવું કંઈ યાદ નથી આવતું. તું હંમેશા ગતિશીલ જ હોય છે. ક્યારેય તને ‘સ્ટેટિક’ જોયું જ નથી. લાગે છે તું ગીતાના કર્મના સિદ્ધાંતને વાંચ્યા વગર જ પામી ગયું હશે..!!

એની વે, તું જે સ્ટાઈલથી તારી પાંખો ફફડાવીને ઉડે છે તે તો કુદરતના ‘રેમ્પ’ પરનું સર્વશ્રેષ્ઠ ‘વોક’ છે.. તું અને તારા દોસ્તારો આમ જ અમને પ્રેરણા આપ્યા કરો એવી શુભેચ્છા.

લિ.

તારી ખુશાલી..

😊

તમને કેવો લાગ્યો આ પત્ર? પ્રતિભાવ અહીં જણાવશો, પ્લીઝ..

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

ચોકલેટ્સ : એક સુખાનુભૂતિ

ચોકલેટ્સ.. નામ પડે ને મગજ અને દિલ એના પ્રેમમાં ફરીફરીને પડી જાય. ચોકલેટ્સ આપણે જાણીએ છીએ એમ કોકો બિન્સમાંથી બને છે. ૪૦૦૦ વર્ષ પહેલા મયાન કલ્ચરમાં કોકો બિન્સમાંથી બનતું પીણું ‘ડ્રિન્ક ઓફ ધ ગોડ્સ’ ખૂબજ લોકપ્રિય હતું.

ચોકલેટ્સની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. ઇન્ટરનેશનલી સ્પીકિંગ, ખૂબ મોટા પાયા પર લંડન અને ઇટલી જેવા શહેરોમાં ચોકલેટ્સના એક્ઝિબિશન્સ સક્સેસફુલ્લી યોજાઈ રહ્યા છે. અને હવે તો એક ગિફટીંગ ઓપ્શન તરીકે ચોકલેટને રાજકોટમાં પણ સારો આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને હોમમેડ ચોકલેટ્સના બિઝનેસનો વ્યાપ વધી રહ્યો છે. આ પ્રકારની ચોકલેટ્સમાં તમે ધારો એટલી ક્રિએટિવિટી કરી શકો અને આર્ટિસ્ટિકલી એને પ્રેઝન્ટ કરી શકો. પ્રસંગ ગમે તે હોય, આવી ચોકલેટ્સ માટે લોકો અગાઉથી ઓર્ડર આપતા થયા છે.

‘લાઈફ’ નામના ચકડોળમાં ઉતાર અને ચડાવ આવ્યા જ કરવાના પણ જો પાસે ચોકલેટ હશે તો બિલિવ મી, અંદરથી રિલેક્સેશનની અનુભૂતિ થશે. તો વ્હેનેવર.. વ્હેરેવર.. ચોકલેટ દેખાય તો હેવ ઈટ. વેઇટ પુટ ઓન થઇ જાય તો નો વરીઝ.. પછી વર્ક આઉટ કરી લેજો પણ આ હેવન્લી સ્વીટને આરોગવાનો મોકો ન ચૂકશો. વિશ યુ અ લાઈફ ફુલ ઓફ ચોકલેટ્સ!! 🙂

IMG_20170121_190611.jpg

સરકતી રેતીનો પણ નશો છે..

So.. After a short break, I am back with a new poem.. It emphasizes the present moment.. વર્તમાનનો એટલે કે સરકતી રેતીનો પણ નશો હોઈ શકે.. બરાબર ને?? 😊

 

સરકતી રેતીનો પણ નશો છે,

ચાલતા શ્વાસ એની સાબિતી છે.

ઘટતી ઘટનાઓની વચ્ચે વચ્ચે

થાય છે અચંબો – જયારે કોઈ હદ બહારનું ચર્ચે.

“જીવતા હોવું..”, “જીવંત હોવું”.. એ બધું તો ઠીક,

“કેવું જીવ્યા?”ની વાત જ રહે છે શેષ.

“યાદો”નું ભાથું છે કાયમ આ પ્રવાસમાં,

છતાંય…

સરકતી રેતીનો પણ નશો છે,

ચાલતા શ્વાસ એની સાબિતી છે.

😊😊😊

જાણું છું જિંદગી તને બાળપણથી…

જાણું છું જિંદગી તને બાળપણથી,

લાગે છે તું ‘નવીન’ રોમાંચનાં મેળવણથી..

ક્યાંક છે અફસોસ, ક્યાંક છે  ઝુરાપો,

તો ક્યાંક મિલન અને ક્યાંક જુદાઈ..

આંસુઓ અને હાસ્યોની આ હંમેશા વાગતી શરણાઈ.

તું જ છે ‘ઓચ્છવ’ અને તું જ ‘માતમ’,

નસેનસમાં વહેતી તને ઉકેલવી છે અઘરી વ્હાલમ.

રસપ્રદ છે તારી રચેલી આ વાર્તા,

મારા ‘હોવાપણા’ની તું જ તો છે કર્તા.

જાણું છું જિંદગી તને બાળપણથી,

લાગે છે તું ‘નવીન’ રોમાંચનાં મેળવણથી.

 

દિલમાં જે સ્ફુરે તે એક્સપ્રેસ કરવું જ જોઈએ.. આ કવિતા એ જિંદગી માટેની મારી ‘ફિલિંગ’ છે.. છે તો અછાંદસ છતાંય એમાં એક રિધમ છે એવું મને લાગે છે.. બાય ધ વે, તમને એ રિધમ કેવી લાગી? જો ગમી હોય કે કોઈ સજેશન આપવાની ઈચ્છા હોય તો જરૂરથી જણાવજો.. 😊

કૃષ્ણ જન્મોત્સવ..ઉત્સાહને ડાઉનલોડ કરવાનો દિવસ..

images (9)

 

 

 

 

કૃષ્ણ..કૃષ્ણ એટલે જીવનનો લય.. તાલ.. સૂર.. કૃષ્ણ એટલે ‘પોઝિટિવિટી’ની પરાકાષ્ઠા.. કૃષ્ણ એટલે પ્રેમ.. કૃષ્ણ એટલે મધુર સ્મિતની પુંજી.. હા,અંતરાત્માની સાથે એકાકાર થવાનો ઉત્સવ આવી રહ્યો છે. . સ્વયં ભગવાન કૃષ્ણનું ઘેર ઘેર આગમન થવાનું છે.. ત્યારે વિચાર આવે કે ભગવાન કૃષ્ણને વધવવામાં આપણે કોઈ પાછીપાની તો નથી કરી રહ્યા ને?

જરા ઓબ્ઝર્વ કરીએ તો સમજાશે કે કૃષ્ણે તો સતત અન્યોના સુખ માટે ‘ત્યાગ’ને જ મહત્વ આપ્યું હતું.. સુખની પરિભાષા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે પણ પતરાળુ ઉપાડવામાં પણ આ દ્વારકાધીશે આનંદ અનુભવ્યો હતો.. જીવનના અંતિમ તબક્કે પણ કેટલી સહજતા અને સરળતાથી એમણે મૃત્યુને આવકાર્યુ હતું!

કહેવાનો અર્થ એટલો જ કે, કૃષ્ણની અનુભૂતિ માટે ૨૪*૭ ઉત્સાહની આવશ્યકતા છે.. જો જીવનમાં ઉત્સાહ નથી તો કૃષ્ણ આપણી સાથે નથી જ..મોઢું વકાસવું એ તો વેસ્ટ ઓફ ટાઈમ,વેસ્ટ ઓફ ડે એન્ડ વેસ્ટ ઓફ લાઈફ છે.. પ્લેટોએ કહેલું કે, “એવરીથિંગ ઇઝ અ કોપી ઓફ અ કોપી.” તો બસ.. કૃષ્ણનો આ ઉત્સાહ આપણે આપણા તન-મનમાં ડાઉનલોડ કરવાનો છે.. કારણકે તો જ જિંદગીની ઉજવણી સાચા અર્થમાં શક્ય બનશે.. અને તો જ “પૃથ્વી ઘેર આનંદ ભયો” થશે..

વિશ યુ અ વેરી હેપી જન્માષ્ટમી….!!!!😊😊